રામ મંદિર માટે 'ટ્રસ્ટ' બની શકે તો મસ્જિદ માટે કેમ નહીં: શરદ પવાર

એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે લખનઉમાં એક નિવેદન આપ્યું કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું તો મસ્જિદ માટે કેમ કોઈ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું નથી. 

રામ મંદિર માટે 'ટ્રસ્ટ' બની શકે તો મસ્જિદ માટે કેમ નહીં: શરદ પવાર

લખનઉ: એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે લખનઉમાં એક નિવેદન આપ્યું કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું તો મસ્જિદ માટે કેમ કોઈ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું નથી. 

પવારે રામ મંદિર માટે બોલતા કહ્યું કે અમે તેની વિરુદ્ધ નથી પરંતુ જ્યારે તમે મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવી શકો છો તો મસ્જિદ માટે ટ્રસ્ટ કેમ બનાવી શકતા નથી. આ નિવેદન તેમણે લખનઉમાં એનસીપી પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું. હકીકતમાં 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને બુધવારે એનસીપી પાર્ટીએ લખનઉમાં એક સંમેલન આયોજિત કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેવા માટે સેકડો એનસીપી કાર્યકરો લખનઉ પહોંચ્યા હતાં. 

જુઓ LIVE TV

એટલું જ નહીં શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે "આજે દેશની કમાન જેમના હાથમાં છે તેઓ પોતાની હકૂમત ચલાવી રહ્યાં છે. જે વડાપ્રધાન હોય છે તેઓ સમગ્ર દેશ માટે હોય છે, કોઈ એક કોમ માટે નહીં. છેલ્લા કેટલાક મહિનાથી અમે મોદીજીનો જે કાર્યકાળ જોયો છે તેનાથી હવે લોકો ભાજપથી કંટાળી ગયા છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news